કોલમનું નામ : T ફોર Teacher
(એજ્યુકેશન સિસ્ટમ)
આસ્વાદ લેખ : મનન બુધ્ધદેવ
આ ઘટનામાં જોવાતી ફિલ્મ એટલે નીલ બટ્ટે સન્નાટા! એક સંવેદનાસભર નખશીખ એજ્યુકેશનલ ફિલ્મ. અભાવોમાં જીવાતી જિંદગીની સપના જોવાની જીદ એમાં હદયનાં તાર ઝણઝણાવી દે એવી રીતે રજૂ કરાઇ છે. નીલ બટ્ટે સન્નાટા એટલે શૂન્યને ભાગો તો શૂન્ય સિવાય કંઇ જ ના વધે એવો ભાવાર્થ કરી શકાય. નકારાત્મક લાગતું આ શીર્ષક ફિલ્મમાં સતત કટાક્ષ કરતું રહે છે અને અંતે ખોટું પડે છે ! આ ખોટું પાડવાની જીદ કરે છે કે એનાથી જીદ થઇ જાય છે, એ છે એક માં ! નામે ચંદા સહાય, ધોરણ દસ અધૂરું છોડી, પોતાની ગરીબાઈને વશ થઇ અતિસામાન્ય જિંદગી જીવતી ચંદા પારકા કામ કરે છે. એની દીકરી અપ્પુ ઉર્ફે અપેક્ષા (માતાની અપેક્ષા) છે. ચંદા તેણીને માટે ઘણી ગંભીર છે. પોતે જે સ્થિતિમાં છે, એમાં જ એની દીકરીને કોઈ માં રહેવા ન દે. પોતા કરતાં વધુ સફળ પોતાનું સંતાન થાય એવું દરેક મા-બાપ ઈચ્છતા હોય એમ ચંદા સહાય પણ ઈચ્છે છે. મા-દીકરીનો આ પરિવાર નાના એવા ઘરમાં રહે છે. દીકરી દસમા ધોરણમાં આવી છે. માને ખબર છે હવે, આ અપેક્ષાની જિંદગીનો મહત્વનો વળાંક છે. આ પાર થશે એટલે જરૂર કૈંક આગળ થશે.
ફિલ્મ એક કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી આપણી અંદરની અનુભૂતિઓને જ રજુ કરતી હોય એમ લાગ્યા કરે છે. પછી આપણે મા-બાપ તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે ભલે જોતાં હોઈએ! જે પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ એ દરેકમાં આપણને ફિલ્મ રીતસર જોમ પૂરું પાડે છે. ફિલ્મ જોયા બાદ એક પણ સીન ફિલ્મમાં બિનજરૂરી નથી લાગતો. માળામાં મોતી ગૂંથાય એમ, ફિલ્મ મગજમાં ગૂંથાતી રહે છે. ફિલ્મમાં ઈમોશનલ સીન્સ કાબિલે તારીફ છે. તેમાં મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને બાળમાનસનો સમન્વય છે. શિક્ષકો અને માબાપનો બાળકોના જીવનમાં કેટલો મહત્વનો ભાગ છે, એ પણ ફિલ્મ રજુ કરે છે. ફિલ્મમાં ‘મા’ને કેન્દ્રમાં રાખી છે. પોતાની થાળીમાં ઓછું પીરસતી મા, જરૂર પડ્યે સંતાનને ખીજાતી મા, દીકરી માટે બાધા રાખતી મા, જૂની સાડીઓ પહેરી સ્વપ્ન પૂરું કરવા બચત કરતી મા, જમીને સુઈને નીલા ગગનને આંબવાની હિમ્મત ભરતી મા, આ દરેક આયામો ફિલ્મ ડાયરેક્ટરે સ-રસ રીતે ચીતર્યા છે. આ ફિલ્મ ‘મા’ને ઈશ્વરનું અદ્ભુત સર્જન કહીને અર્પણ કરવામાં આવી છે.
ક્લાસના બોર્ડ પર લખેલું સુવાક્ય પણ દરવખતે સૂચક છે. પહેલા છેલ્લી બેન્ચે બેસતી અપ્પુ એક શરત પૂરી કરવા, નાની જીદ પૂરી કરવા આગળની બેન્ચે આવવા કમર કસે છે. આગળ આવે પણ છે, ફરી પાછળની બેન્ચે બેસી જાય છે. ગણિતમાં સારા કહી શકાય એવા માર્ક પણ મેળવવા છતાં પાસ થઇને શું થવાનું ? આગળ ભણાવવાની હેસિયત છે તારી ? એવું માને પૂછી ફરી પડી ભાંગે છે. આખીયે ફિલ્મમાં આમ અપેક્ષાનો ઉતાર ચડાવ આવ્યા કરે છે. અરે, ડાયરેકટરે મા દીકરીનો ઝઘડો થાય ત્યારે સુવાની સ્થિતિ પર એ રીતે દર્શાવી છે. ઓવરટાઇમ કરવાથી મા આંખ નીચેના કુંડાળા પણ તમે જોઈ શકો. ફિલ્મમાં એક સીનમાં હિન્દી વિષયમાં ‘મેરા સપના’ વિષય પર નિબંધ લખવાનો હોય છે, ત્યારે પણ ડાયરેકટરે ઘણું ઝીણું કાંત્યું છે. ફિલ્મમાં અપેક્ષા સાથે ભણતો તેનો એક મિત્ર ડ્રાઈવર બનવાનું સપનું જોવે છે. આ નિબંધ લખવાની ઘટના તેને પોતાના સપના વિશે ફરી વિચારવા મજબુર કરે છે. અપેક્ષાને કોઈ સપનું નથી. એ એમ માને છે કે, ગરીબોને સપના જોવાનો અધિકાર હોતો નથી ! ત્યારે ડાયલોગ આવે છે, ગરીબ વો હૈ જીસકે પાસ અપના સપના નહિ હોતા !! ફિલ્મના કેટલાક સંવાદો ઉર્જાવાન, સૂચક, વિચારપ્રેરક અને ચિનગારી જેવા છે.
ઓછા માર્ક આવે ત્યારે - ‘ઇતના બુરા તો ફેઈલ હોનેમેં ભી નહિ લગતા!!’.
હકારાત્મકતા - “ઇન્સાન દો ચીજો સે બનતે હૈ, કિસ્મત ઔર મહેનત. ગરીબ કી કિસ્મત હોતી તો વો ગરીબ ક્યોં હોતા? તો બચી મહેનત, વો હી કર લો!”
શિક્ષકનું બાળકની એક નાની સફળતા પછીનું પ્રોત્સાહક વાક્ય – “આપ મેરી અપેક્ષા પે ખરી નહિ ઉતરી ઇસકા મુઝે આનંદ હૈ“
જિંદગી જીતવાની જડીબુટ્ટી - “સવાલ કા જવાબ સવાલમેં હી હોતા હૈ”
એક માની કેફિયત - “વો તુજ પે અપને સપને થોપ નહિ રહી, ઉસકા તો સપના હી તુમ હો!”
ધીરજ, સફળતાનું ખરું રહસ્ય - “ખાના ધીમી આંચ પે પકેગા, તભી તો સ્વાદ આયેગા !”
આવી તો અનેક વિચારકણિકાઓ ફિલ્મમાં આપણને તરબોળ કરતી રહે છે.
મોટેભાગે હું શિક્ષકોએ આ કે આવી ફિલ્મો જોવી જોઈએ એવું કહેતો, લખતો હોઉં છું, પણ આ ફિલ્મ શિક્ષકોએ જોવી જોઈએ એટલું જ નહિ, પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓને બતાવવી જોઈએ. વાલીઓએ પણ પોતાના સંતાન સાથે બેસીને જોવી જોઈએ. (ફિલ્મ ઓનલાઈન અવેલેબલ પણ છે.) જોકે આ ફિલ્મ જ એવી છે કે, તમે શિક્ષક, વિદ્યાર્થી, વાલી કાંઈ જ ન હો તો પણ સ્પર્શે જ. આ લખનાર અને લખનારના અર્ધાંગિનીશ્રીએ આ ફિલ્મની જાદુઈ અસર જોઈ છે એટલે કહું છું કે, મારું ચાલે તો, આ ફિલ્મને દરેક શાળાના અભ્યાસક્રમમાં ફરજીયાત મૂકી દઉં.
(એજ્યુકેશન સિસ્ટમ)
આસ્વાદ લેખ : મનન બુધ્ધદેવ
એક શાળાના એક ક્લાસમાં વીસ પચ્ચીસ વિદ્યાર્થીઓ અને એક ટીચર લેપટોપ સામે બેઠાં છે. રસપૂર્વક કૈંક જોઈ રહ્યાં છે. થોડી થોડી વારે ટીચર પોતાનો રૂમાલ કાઢીને આંખોના ખૂણા લૂછે છે, તો વિદ્યાર્થીઓ પણ ટીચરને જોઈ, ક્યારેક લેપટોપમાં ચાલતી ફિલ્મના દૃશ્યને જોઈ છાનું છૂપું રડી લે છે. ફિલ્મ જોવાની આ ઘટના એ શિક્ષિકાના વર્ગમાં દર વર્ષે થાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાય છે. શિક્ષિકા એના એ જ રહે છે. દર વખતે એમને આ ફિલ્મ જોઈ નવી ઉર્જા મળે છે. આ ફિલ્મ જોનાર વિદ્યાર્થીઓમાં પણ એ શિક્ષિકા ખાસ્સુ નોંધનીય પરિવર્તન જોઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ ફિલ્મનો પરિવેશ પોતીકો લાગે છે. પોતાની જ વાત, પોતાની જ સમસ્યા જાણે ફિલ્મમાં રજૂ થાય છે, એવું વિદ્યાર્થીઓ અનુભવે છે. ફિલ્મનો અંત આવે એટલે વિધાર્થીઓ અને શિક્ષિકા એક બીજા સાથે કાંઈ જ બોલી શકતા નથી, પણ તેમનું મૌન ખૂબ બોલકું હોય છે !
આ ઘટનામાં જોવાતી ફિલ્મ એટલે નીલ બટ્ટે સન્નાટા! એક સંવેદનાસભર નખશીખ એજ્યુકેશનલ ફિલ્મ. અભાવોમાં જીવાતી જિંદગીની સપના જોવાની જીદ એમાં હદયનાં તાર ઝણઝણાવી દે એવી રીતે રજૂ કરાઇ છે. નીલ બટ્ટે સન્નાટા એટલે શૂન્યને ભાગો તો શૂન્ય સિવાય કંઇ જ ના વધે એવો ભાવાર્થ કરી શકાય. નકારાત્મક લાગતું આ શીર્ષક ફિલ્મમાં સતત કટાક્ષ કરતું રહે છે અને અંતે ખોટું પડે છે ! આ ખોટું પાડવાની જીદ કરે છે કે એનાથી જીદ થઇ જાય છે, એ છે એક માં ! નામે ચંદા સહાય, ધોરણ દસ અધૂરું છોડી, પોતાની ગરીબાઈને વશ થઇ અતિસામાન્ય જિંદગી જીવતી ચંદા પારકા કામ કરે છે. એની દીકરી અપ્પુ ઉર્ફે અપેક્ષા (માતાની અપેક્ષા) છે. ચંદા તેણીને માટે ઘણી ગંભીર છે. પોતે જે સ્થિતિમાં છે, એમાં જ એની દીકરીને કોઈ માં રહેવા ન દે. પોતા કરતાં વધુ સફળ પોતાનું સંતાન થાય એવું દરેક મા-બાપ ઈચ્છતા હોય એમ ચંદા સહાય પણ ઈચ્છે છે. મા-દીકરીનો આ પરિવાર નાના એવા ઘરમાં રહે છે. દીકરી દસમા ધોરણમાં આવી છે. માને ખબર છે હવે, આ અપેક્ષાની જિંદગીનો મહત્વનો વળાંક છે. આ પાર થશે એટલે જરૂર કૈંક આગળ થશે.
અપેક્ષા સહાય, નામ પ્રમાણે વિદ્યાર્થી હાજરીપત્રકમાં પહેલું નામ છે પણ અપેક્ષા પરીક્ષામાં છેલ્લેથી પહેલો ક્રમ મેળવે છે. માંડ માંડ પાસ થતી અપ્પુ ગણિતથી ગભરાય છે. શાળાના કડક આચાર્ય ગણિત ભણાવે છે, એટલે ગણિતથી એ વધુ ડરવા લાગે છે. આ શિક્ષક ખુબ ઓછું હસે, (ગણિતનાં શિક્ષકો ઓછું હસે, એવું શિક્ષણવિદ્દ સુબીર શુક્લા કહેતા!) પણ વિદ્યાર્થીઓ માટે ખુબ દૃષ્ટિવાન અને મહેનતી. સફળતાને બિરદાવે અને નિષ્ફળતાને ઉદ્દીપન આપી સફળતા તરફ દોરી જાય! અપેક્ષા પ્રત્યે એમને કોઈ વિશેષ અપેક્ષા નથી. જે અપેક્ષા છે, એના પર અપેક્ષા સાચી પડે છે.(સીમ્બોલીઝમ!) ચંદાને અપેક્ષાની ખુબ ચિંતા થયા કરે છે. અપેક્ષાને ભણવા કરતા ટી.વી. જોવું, વાતો કરવી, હરવું ફરવું, વધુ ગમે છે. ભણીને શું મળવાનું છે? અંતે તો તેને પણ તેની માની જેમ કામવાળી બાઈ જ બનવાનું છે ને! આવું વિચારી મેટ્રિકમાં અને જિંદગીમાં ફેઈલ થવાની તેણી તૈયારી કરી રહી છે!
ચંદા એક ડોક્ટર દીદીને ત્યાં ‘બાઈ’ તરીકે કામ કરે છે. આ ડોક્ટર દિવાન ચંદાના મેન્ટર તરીકે તેણીને સહાય કરે છે. ચંદાની મુખમુદ્રા જોઇ તેણી ભાવને કળી શકે છે. ચંદાને જયારે અપેક્ષા એમ કહે છે કે, ડોક્ટરના સંતાન ડોક્ટર બને એમ બાઈની દીકરી તો ‘બાઈ’ જ બને ને! આ ચિંતા ચંદાને કોરી ખાય છે, તેણીને ડૉ.દિવાન તબક્કે તબક્કે માર્ગ બતાવી પ્રોત્સાહિત કરતા રહે છે. ચંદાને ધ્યાને આવે છે કે તેની દીકરી ગણિતમાં નબળી છે, એટલે તેણી અને દિવાનદીદી અપેક્ષા માટે ટ્યુશન રખાવાનું નક્કી કરે છે, પણ ટ્યુશનવાળા હોશિયાર વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટ આપે છે. ભણવામાં સામાન્ય વિદ્યાર્થીને વધુ ફી ભરવી પડે એવું કહી શિક્ષણનું વ્યવસાયીકરણ કર્યા કરે છે. આવી સ્થિતિમાં ચંદા ખુબ ભારણ અનુભવે છે. ત્યારે ડૉ.દિવાન એક નિર્ણય લે છે. તું જાતે શીખ અને તારી દીકરીને શીખવ, એ માટે શાળાએ જવું હોય તો ફરી જા! અને આપણા આશ્ચર્યની વચ્ચે ચંદા પોતાની દીકરીની જ શાળામાં દીકરીના જ ક્લાસમાં યુનિફોર્મ પહેરી રીતસર વિદ્યાર્થીની બને છે! મા-દીકરી વચ્ચે આ બાબતે મતભેદ થાય છે. એ મતભેદ સ્પર્ધામાં પરિણમે છે, ફિલ્મનો આ પાર્ટ અનેક રસથી તરબતર છે. એ તમને રડાવે પણ છે અને વિચારાવે પણ છે. શિક્ષક, મા-બાપ, મિત્ર અને અજાણ્યા વ્યક્તિઓનો આપણા જીવન પર પડતો પ્રભાવ આપણી પ્રગતિને પોષક હોય છે. આ આખી વાતને અપેક્ષા(!) મુજબ ફિલ્મમાં રજૂ કરાઇ છે.
ફિલ્મ એક કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી આપણી અંદરની અનુભૂતિઓને જ રજુ કરતી હોય એમ લાગ્યા કરે છે. પછી આપણે મા-બાપ તરીકે, શિક્ષક તરીકે કે વિદ્યાર્થી તરીકે ભલે જોતાં હોઈએ! જે પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ એ દરેકમાં આપણને ફિલ્મ રીતસર જોમ પૂરું પાડે છે. ફિલ્મ જોયા બાદ એક પણ સીન ફિલ્મમાં બિનજરૂરી નથી લાગતો. માળામાં મોતી ગૂંથાય એમ, ફિલ્મ મગજમાં ગૂંથાતી રહે છે. ફિલ્મમાં ઈમોશનલ સીન્સ કાબિલે તારીફ છે. તેમાં મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર અને બાળમાનસનો સમન્વય છે. શિક્ષકો અને માબાપનો બાળકોના જીવનમાં કેટલો મહત્વનો ભાગ છે, એ પણ ફિલ્મ રજુ કરે છે. ફિલ્મમાં ‘મા’ને કેન્દ્રમાં રાખી છે. પોતાની થાળીમાં ઓછું પીરસતી મા, જરૂર પડ્યે સંતાનને ખીજાતી મા, દીકરી માટે બાધા રાખતી મા, જૂની સાડીઓ પહેરી સ્વપ્ન પૂરું કરવા બચત કરતી મા, જમીને સુઈને નીલા ગગનને આંબવાની હિમ્મત ભરતી મા, આ દરેક આયામો ફિલ્મ ડાયરેક્ટરે સ-રસ રીતે ચીતર્યા છે. આ ફિલ્મ ‘મા’ને ઈશ્વરનું અદ્ભુત સર્જન કહીને અર્પણ કરવામાં આવી છે.
ક્લાસના બોર્ડ પર લખેલું સુવાક્ય પણ દરવખતે સૂચક છે. પહેલા છેલ્લી બેન્ચે બેસતી અપ્પુ એક શરત પૂરી કરવા, નાની જીદ પૂરી કરવા આગળની બેન્ચે આવવા કમર કસે છે. આગળ આવે પણ છે, ફરી પાછળની બેન્ચે બેસી જાય છે. ગણિતમાં સારા કહી શકાય એવા માર્ક પણ મેળવવા છતાં પાસ થઇને શું થવાનું ? આગળ ભણાવવાની હેસિયત છે તારી ? એવું માને પૂછી ફરી પડી ભાંગે છે. આખીયે ફિલ્મમાં આમ અપેક્ષાનો ઉતાર ચડાવ આવ્યા કરે છે. અરે, ડાયરેકટરે મા દીકરીનો ઝઘડો થાય ત્યારે સુવાની સ્થિતિ પર એ રીતે દર્શાવી છે. ઓવરટાઇમ કરવાથી મા આંખ નીચેના કુંડાળા પણ તમે જોઈ શકો. ફિલ્મમાં એક સીનમાં હિન્દી વિષયમાં ‘મેરા સપના’ વિષય પર નિબંધ લખવાનો હોય છે, ત્યારે પણ ડાયરેકટરે ઘણું ઝીણું કાંત્યું છે. ફિલ્મમાં અપેક્ષા સાથે ભણતો તેનો એક મિત્ર ડ્રાઈવર બનવાનું સપનું જોવે છે. આ નિબંધ લખવાની ઘટના તેને પોતાના સપના વિશે ફરી વિચારવા મજબુર કરે છે. અપેક્ષાને કોઈ સપનું નથી. એ એમ માને છે કે, ગરીબોને સપના જોવાનો અધિકાર હોતો નથી ! ત્યારે ડાયલોગ આવે છે, ગરીબ વો હૈ જીસકે પાસ અપના સપના નહિ હોતા !! ફિલ્મના કેટલાક સંવાદો ઉર્જાવાન, સૂચક, વિચારપ્રેરક અને ચિનગારી જેવા છે.
ઓછા માર્ક આવે ત્યારે - ‘ઇતના બુરા તો ફેઈલ હોનેમેં ભી નહિ લગતા!!’.
હકારાત્મકતા - “ઇન્સાન દો ચીજો સે બનતે હૈ, કિસ્મત ઔર મહેનત. ગરીબ કી કિસ્મત હોતી તો વો ગરીબ ક્યોં હોતા? તો બચી મહેનત, વો હી કર લો!”
શિક્ષકનું બાળકની એક નાની સફળતા પછીનું પ્રોત્સાહક વાક્ય – “આપ મેરી અપેક્ષા પે ખરી નહિ ઉતરી ઇસકા મુઝે આનંદ હૈ“
જિંદગી જીતવાની જડીબુટ્ટી - “સવાલ કા જવાબ સવાલમેં હી હોતા હૈ”
એક માની કેફિયત - “વો તુજ પે અપને સપને થોપ નહિ રહી, ઉસકા તો સપના હી તુમ હો!”
ધીરજ, સફળતાનું ખરું રહસ્ય - “ખાના ધીમી આંચ પે પકેગા, તભી તો સ્વાદ આયેગા !”
આવી તો અનેક વિચારકણિકાઓ ફિલ્મમાં આપણને તરબોળ કરતી રહે છે.
ફિલ્મનું સ્ક્રીનપ્લે ખૂબ સહજ અને સરળ છે. ફિલ્મ પ્રેરણાનું પૂમડું છે, જેની સુવાસ દર્શકના મસ્તિષ્કને મઘમઘાવી શકવા સક્ષમ છે. ફિલ્મના અંતમાં અપેક્ષા સહાય સિવિલ સર્વિસીઝના ઈન્ટરવ્યુમાં બેઠી હોય છે અને તેણીને સવાલ પૂછવામાં આવે છે કે, તેણી આઈ.એ.એસ. શા માટે બનવા માંગે છે? ત્યારે અપેક્ષાએ આપેલો ઉત્તર આંખના ખૂણાને નહિ આખેઆખી આંખને પલાળી દે, એવો વેધક છે. તેણી કહે છે, “મૈ ઈસલીયે આઈ.એ.એસ. બનના ચાહતી હું ક્યોંકી મૈ ‘બાઈ’ બનના નહિ ચાહતી!”
મોટેભાગે હું શિક્ષકોએ આ કે આવી ફિલ્મો જોવી જોઈએ એવું કહેતો, લખતો હોઉં છું, પણ આ ફિલ્મ શિક્ષકોએ જોવી જોઈએ એટલું જ નહિ, પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓને બતાવવી જોઈએ. વાલીઓએ પણ પોતાના સંતાન સાથે બેસીને જોવી જોઈએ. (ફિલ્મ ઓનલાઈન અવેલેબલ પણ છે.) જોકે આ ફિલ્મ જ એવી છે કે, તમે શિક્ષક, વિદ્યાર્થી, વાલી કાંઈ જ ન હો તો પણ સ્પર્શે જ. આ લખનાર અને લખનારના અર્ધાંગિનીશ્રીએ આ ફિલ્મની જાદુઈ અસર જોઈ છે એટલે કહું છું કે, મારું ચાલે તો, આ ફિલ્મને દરેક શાળાના અભ્યાસક્રમમાં ફરજીયાત મૂકી દઉં.
:: હોમ વર્ક ::
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના !
- અમૃત ‘ઘાયલ’
એજ્યુકેશન સિસ્ટમ મેગેઝીનમાં પ્રકાશિત થયેલો લેખ આ સાથેની ઇમેજમાં
No comments:
Post a Comment