आम टीचर पढ़ाता है, अच्छा टीचर समझाता है
और बहुत अच्छा टीचर करके दिखाता है,
लेकिन कोई खास टीचर आपकी प्रेरणा बन जाता है, जिसे आप पूरी जिंदगी नहीं भूल पाते।
આ શબ્દો છે, તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ હિચકીના........
ફિલ્મના પ્રોમોસ જોયા ત્યારથી જ નક્કી કર્યું કે આ ફિલ્મ તો જોવી જ છે. ફિલ્મના પોસ્ટર પર રહેલું રાની મુખર્જી ચોપરાનું કટ આઉટ અને તેની આસપાસ બોલપેનથી કરેલ કોતરકામ શાળાના દિવસોની યાદ અપાવી ગયું ને ખાત્રી પણ થઇ કે, આ આપડો ટેસ્ટ છે.
(હિચકી - આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી, 98798 73873)
મુવી તો ઘણાં જોવાય છે, અને ઘણાં ગમેય છે, પણ કેટલાક મુવી જ લખાવે છે. આ હિચકી એ પૈકીનું છે. એટલે નહિ કે આ એજ્યુકેશન ફિલ્ડ પર છે. એના પર તો થોડા જ સમય પહેલા ‘નીલ બટ્ટે સન્નાટા’ કે ‘હિન્દી મીડિયમ’ પણ આવી ગયેલાં. પણ આ હિચકી યશરાજ ફિલ્મસે એજ્યુકેશન સીસ્ટમને ભરેલો ‘ચીંટીયો’ છે.
જો તમે આ ફિલ્મ જોઈ લીધી છે, તો જરૂર વાંચજો એક શિક્ષક આ ફિલ્મને કેવી રીતે જુએ છે અને આ ફિલ્મ તમે જો ન જોઈ હોય તો વાંચીને જોવી જ પડશે!
- ફિલ્મમાં રાની શિક્ષકના રોલમાં છે. તેણીને કોઈ સ્કુલ નોકરી આપતી નથી, કારણ કે તેણીને ટુરેટ સિન્ડ્રોમ છે, એવી સ્થિતિ કે જેમાં ન્યુરોલીજીકલ ડીસઓર્ડરને લીધે વ્યક્તિ ‘ચક.. ચક.. ચક’, ‘વા...વા...વા...’ જેવા વિચિત્ર અવાજો કાઢે, એને સતત હિચકી આવ્યે રાખે. રાનીની આ વ્યથા કે ખામીને લીધે તેણીને ઘણું સહન કરવું પડ્યું છે. તેના પિતા પણ તેણીને આ ખામી સાથે સ્વીકારી શકતા નથી, રાનીનો ભાઈ અને તેની માતા તેને સાથ આપે છે. તેના પિતા ત્રણેયને છોડી અલગ રહેવા જતા રહે છે.
- M.Sc., B.Ed. થયેલી રાની શિક્ષક જ બનવાનું નક્કી કરી લે છે, તેણી પાર્ટ ટાઈમ એનિમેશન ડિઝાઈન પણ કરે છે, બેંકની જોબ સ્વીકારતી નથી અને શિક્ષક થવા પ્રત્યનો ચાલુ રાખે છે.
- હવે થાય છે એવું કે, St. Notkar’s સ્કુલમાં અડધા સત્રમાં શિક્ષકની જરૂર પડે છે. જરૂર એટલાં માટે પડે છે કે RIGHT TO EDUCATION અંતર્ગત શાળામાં શરુ કરાયેલાં 9F ક્લાસમાં કોઈ શિક્ષકને એ વર્ગના બાળકો ટકવા જ દેતાં નથી. અને સ્કુલ મેનેજમેન્ટ રાનીની આ ખામી હોવા છતાં તેણીને ચેલેન્જરૂપે આ કામ આપે છે. રાનીને જયારે ફોન પર નોકરી મળ્યાના સમાચાર આવે છે, તે ક્ષણ મને મારી વિદ્યાસહાયકની જોબ મળી એ ક્ષણ યાદ કરાવી ગઈ.
- રાનીને એ જ સ્કુલમાં નોકરી મળી જ્યાં તેણી ભણતી હતી અને એ જ શાળા કે જ્યાં તેણીને એકવાર પ્રિન્સીપાલ સર એ એસેમ્બલીમાં સ્ટેજ પર બોલાવીને તેણીનાં આવજો કરવાના કારણ વિશે પૂછ્યું અને બધાને તેના પ્રત્યે સારો વ્યવહાર કરવા આડકતરી રીતે સમજાવ્યા. જે શાળાએ રાનીને બાળપણમાં આત્મવિશ્વાસ આપ્યો તેનું ઋણ અદા કરવાનો અવસર તેણીને મળ્યો અને ૨૫ વર્ષ એ જ શાળામાં પ્રિન્સિપાલ તરીકે રીટાયર્ડ થાય છે.
- રાની એ એવા વર્ગને સાચવવાનો હતો જેણે છેલ્લાં છ માસમાં છ શિક્ષકોને નોકરી મુકાવી હતી. આ ક્લાસ એટલે ૧૪ વિદ્યાર્થીઓ જે અત્યંત ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓને RIGHT TO EDUCATION અંતર્ગત સામાન્ય ક્લાસમાં જ બેસાડવાના હોય પણ શિક્ષકો કે બીજા વિદ્યાર્થીઓ તેમને સ્વીકારી નથી શક્યા અને સતત ઉપેક્ષાને લીધે આ વર્ગ શાળામાં તોફાનની હદ વટાવી નાખે છે.
- રાનીએ છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે જોબ મેળવવા પ્રયત્નો કર્યા હતા. ૧૮ શાળામાંથી શિક્ષક તરીકે રીજેક્ટ થયેલી રાની (નૈના માથુર) આ વર્ગને સાચવવા બધું જ કરી છૂટે છે. લાગણીઓથી જીતી લે છે, આ વર્ગને. ‘જે મળે તેની કિંમત કરતા શીખો’ શિક્ષકોને આ બોધપાઠ છે.
- રાનીનો આ વર્ગ સાથેનો પ્રથમ દિવસ..... રાનીનું વર્ગમાં પહેલું વાક્ય ‘ક્લાસ, એજ્યુકેશન ચાર દીવાર ઓર છઃ ઘંટોમેં સીમિત નહિ હૈ!’ – રાની પોતાનો ફોન નંબર દરેક બાળકને આપે છે. રાનીને હિચકી આવતા ક્લાસ તેની નકલ ઉતારે છે. ને સૌથી સારી નકલ ઉતારનારના રાની વખાણ કરે છે. વર્ગમાં એક વિદ્યાર્થી રાની પર રમુજી ગીત બનાવે છે, સૌના આશ્ચર્યની વચ્ચે રાની તેમાં જોડાય છે અને બધા વિદ્યાર્થી અવાચક!! રાની એક વાક્ય કહે છે, તમારીને મારી હિચકીમાં ફર્ક એટલો જ કે, તમે ધારો ત્યારે આ અવાજ કાઢી શકો અને બંધ કરી શકો પણ હું એ નથી કરી શકતી.
- આ ફિલ્મમાં બાળમનોવિજ્ઞાન દરેક ઘટનામાં છલકે છે. આખી સ્કૂલને આ વર્ગની જે ખામી લાગે છે, રાનીને એ જ તેની વિશેષતા લાગે છે. શિક્ષક તરીકે રાનીને અહી ફૂલ માર્ક્સ મળે. માત્ર પી.ટી.સી. કે બી.એડ.ની ડીગ્રી લઇ લેવાથી શિક્ષક નથી થઇ જવાતું..... સ્વભાવે શિક્ષક હોવું અગત્યનું છે.
- ‘યે હકલી કિતના દિન ટિક પાયેગી’ – આવી ચર્ચા વિદ્યાર્થીઓ વચ્ચે થાય છે. અરે સટ્ટો રમાય છે ને ખુદ રાની પણ પોતાના પર ૧૦૦ રૂપિયા લગાડે છે, કે હું તો ટકી જ જવાની.... જાણે કહેતી ન હોય.... પંખોસે કુછ નહિ હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ!!
- વિદ્યાર્થીઓ રાનીને જોબ છોડાવવા મજબુર કરવા અનેક તોફાન કરે છે. ચોકમાં દીવાસળી રાખીને રાનીને ભડકાવી દ્યે, તુટેલી ખુરશી પર બેસાડી નીચે પાડે, ફોન નંબરને કોલ સેન્ટરનો નંબર જાહેર કરી પરેશાન કરે, વર્ગમાં ધુમાડો કરી બધા નાસી છૂટે, સ્કુટરમાંથી પેટ્રોલ કાઢી નાખે !! ( આપડેય બાળપણમાં એક બહુ જ ખીજાતા એક ‘સાહેબ’ના સ્કુટરની હવા કાઢી નાખેલી :-)
- એકવાર આ વિદ્યાર્થીઓ તોફાન કરી વર્ગની બારીના કાચ ફોડી નાખે છે અને પ્રિન્સીપાલને ફરિયાદ કરવાને બદલે રાની આ કાર્ય એણે પ્રયોગ કરતાં કરતાં ભૂલથી થઇ ગયું એવું કહી વિદ્યાર્થીઓનો પક્ષ લે છે. તેણી પૂરેપૂરું સમજે છે કે આ તોફાની વિદ્યાર્થીઓ પાસે સર્જનાત્મકતા છે, કૌશલ છે, માત્ર જરૂર છે તેને યોગ્ય દિશા આપવાની..... કેવી દૃષ્ટિ..... શિક્ષકત્વ આ જ છે..... ઘટનાને હકારાત્મક દૃષ્ટિકોણથી જોનાર રાની બાળકોના દિલ જીતી લે છે અને બધા નિષ્ફળ પ્રયત્નોને અંતે ક્લાસના બાળકો રાનીને સ્વીકારે છે.
- આ ફિલ્મમાં એવું પણ ગૂઢ રીતે દર્શાવાયું છે, કે બાળક તો બાળક હોય છે. શિક્ષક દ્વારા થતો ગરીબ-અમીર, હોશિયાર-નબળાનો ભેદભાવ ખુબ ઘાતક હોય છે. શિક્ષક વચ્ચે થતાં ગજગ્રાહ પણ ફિલ્મનો એક ભાગ છે પણ રાનીનો તે અંગેનો અભિગમ ખુબ હૃદયસ્પર્શી છે. કોઈપણ પરિસ્થિતિમાં ઝઝૂમવાની રાનીની શક્તિ પર આપણને માન થઇ આવે.
- વાત કરીએ.... રાનીની ‘ટીચિંગ મેથડોલોજી’ની. રાની ઇનોવેટીવ ટીચર છે! ચીલાચાલુ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ‘બોર’નથી કરતી. રમતના મેદાનમાં તો ક્યારેક લાઈબ્રેરીમાં તો ક્યારેક અગાસીમાં રાનીનો ક્લાસ શરુ થાય છે. રાની બાળકની આખમાં સપના વાવે છે! તેણી મોટીવેટર છે. પુસ્તકો વાંચે છે. ભરપુર જીવવાની વાતો કરવાને બદલે ભરપુર જીવી જાણે છે.
- National Curriculum Framework – NCF ની કેટલીક પાયાની બાબતો ડાયરેક્ટરએ દર્શાવી છે. વિષયો વચ્ચેની દીવાલ નીચી કરવી, શિક્ષણને શાળા બહારના જીવન સાથે જોડવું, જ્ઞાનનું સર્જન, સ્થાનિક સ્રોતોનો ઉપયોગ અને બીજું આવું તો ઘણું બધું રાનીના વર્ગવ્યવહારમાં આપણને દેખાય આવે.
- પેરેન્ટ્સ મિટીંગમાં કોઈ વાલી આવતા નથી ત્યારે તેમના ઘરે જાય છે. મા-બાપની આંખમાં રહેલાં સપનાઓ નજીકથી જુએ છે. પોતે જ પોતાની જાતને આ રીતે પ્રેરણા આપે છે.
- રાની કોઈકવાર બાળકોથી રિસાઈ પણ જાય છે. કોઈવાર નાળીયેર જેવી બહારથી કઠોર તો અંદરથી કોમળ. રાનીને પુરેપુરી ખબર છે, કે તેણે શિક્ષક તરીકે શું કરવાનું છે અને શું 'નથી' કરવાનું!! શિક્ષક તરીકે એ વિદ્યાર્થીની વ્યક્તિગત ભિન્નતા જાણે છે ને એને જ તેમની વિશેષતા સ્વરૂપે રૂપાંતરિત કરે છે.
- ‘શિક્ષકનું કામ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ કેળવવાનું છે.’- આ માટે રાની એક કાગળમાં વિદ્યાર્થીઓને પોતાની નબળાઈઓ અને ડર લખાવે છે અને શાળાની અગાસી પર જઈને એજ નબળાઈ લખેલા કાગળનું વિમાન બનાવી તેને ઉડાડી દેવા કહે છે. – આ સીન આપણી આંખોના ખૂણા ભીના કરી નાખે એવો છે.
- વિદ્યાથીઓ જે પરિવેશમાંથી આવે છે, જે પરિસ્થિતિમાં તેઓ રહે છે તેઓનું તેને ગૌરવ છે. તેઓમાં તેના પ્રત્યે સુગ કે શરમ નથી. – ડાયરેક્ટરે આ બાબત ઈરાદાપૂર્વક દર્શાવી છે, તો ટીનેજરનો મનોસ્થિતિ પણ બેધડક રીતે ફિલ્માવાઈ છે. – આઈ.એમ.કલામ મુવીમાં રહેલો છોકરો અહી આતિશના રોલમાં છે. તેણે જ નહિ દરેક પાત્ર એ જીવ રેડીને કામ કર્યું છે.
- રાનીની મેં જોયેલી ફિલ્મોમાં આ હિચકીને હું ‘’શ્રેષ્ઠ એક્ટિંગ’નો એવોર્ડ આપું. નેશનલ એવોર્ડ પણ મળે તો નવાઈ પામવા જેવું નથી. રાની દરેક તબક્કે જયારે હિંચકી ખાઈ છે, શું અભિનય કર્યો છે. હાવભાવ, બોડી લેન્ગવેજ અને આંખોથી રાની એ દિલ જીતી લીધું!!
- ને એમાંય એક શિક્ષક કહે છે કે, ‘યે બચ્ચો કો સંભાલના આપકે બસકી બાત નહિ’, ત્યારે રાની જે હિચકી ચડે છે, રડે છે, ભાંગી પડે છે, પોતાની જ હથેળીને બટકા ભરે છે, પોતાના જ ગાલ પર ફડાકા મારે છે...... આપણને પણ રડાવી જાય છે.
- આ હિચકી આપણને આપણા શાળા સમયના પ્રિય શિક્ષકની યાદ કરાવી જાય છે. જે રીતે રાનીનું બોન્ડીંગ તેના વિદ્યાર્થીઓ સાથે થયું છે. કાબિલ-એ-દાદ......
- કેટલાક સંવાદોમાં પણ આપણને શિક્ષણશાસ્ત્ર છલકાતું દેખાય :
(શીખવાની પ્રક્રિયા વિશે કહેવાય છેને કે, બચ્ચે સ્લો નહિ હોતે, ટીચર સ્લો હોતે હૈ.)
“ I was born to be a teacher!”
“ટીચર બનકે કિતના કમા લોગી ?”
“પાપા, આપકા કોઈ ફેવરીટ ટીચર રહા હૈ સ્કુલમેં?”
“પાપા, આપકા કોઈ ફેવરીટ ટીચર રહા હૈ સ્કુલમેં?”
“જી, હાં અફકોર્સ રહા હૈ”
“ઉનકી સેલેરી કિતની થી ક્યા યે માલુમ હૈ આપકો??”
(છે ને જબરદસ્ત કટાક્ષ! – બાળકોના પ્રિય હોવાથી મોટી કોઈ ઉપલબ્ધિ જ નથી)
- થ્રી ચીયર્સ ફોર આદિત્ય ચોપરા ઓલ્સો..... આ મુવી માટે ડાયરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ મેલ ટીચરને કેન્દ્રમાં રાખીને ફિલ્મ વિચારેલી પણ ફિમેલ કેરેક્ટરને લઈને આ મુવી બનાવવાનો આઈડિયા આદિત્યનો હતો અને ‘રાનીને આ મુવીથી વધારે સારું કમબેક કોઈ જ મુવી આપી ન શકત.’-એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી.
- રાની જયારે ફિલ્મમાં રીટાયર્ડ થાય છે, ત્યારે તેને બધા વિદ્યાર્થીઓ વિદાય આપે છે. શાળાના છેલ્લા દિવસે રાની વોકિંગ સ્ટીકથી ચાલે છે. આ સીનમાં રાનીએ આંખોથી ઘણું બધું કહ્યું છે. એક વાક્ય આવે છે, 'કુછ હિચકીયાં સુનાઈ નહિ દેતી!’ – જી હા, કેટલુક એવું હોય છે, વર્ણવી શકાતું નથી..... શિક્ષકને મન એથી મોટી ક્ષણ કઈ હોય કે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેને વિદાય આપવા આવે...... જો તમે શિક્ષક છો અને આ સીનમાં રડી ના પડો તો રાજીનામું આપી દેવું !
(ક્લાઈમેક્સ સીન જોઇને તરત જ યાદ આવેલો)
ગમતો_શેર ::
आसमानों की तरफ फेर दिया है मैंने
चंद मिट्टी के चरागों को सितारा करके
-ડૉ.રાહત ઇન્દૌરી
(મુવી તથા લેખ વિશેનો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવશો.)
(મુવી તથા લેખ વિશેનો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવશો.)

વાહ મનન ભાઈ જમાવટ, હવે તો જોવુજ પડશે
ReplyDeleteKhub srs, mananbhai....
ReplyDeleteVah... Mann khub saru lakhyu... Very nice..
ReplyDeleteVah mananbhai
ReplyDeleteBest of the best interpretation
Very nice
ReplyDeleteખૂબ જ સુંદર મનનભાઈ
ReplyDeleteશબ્દ ત્યારે સોળ આની થાય છે,
ReplyDeleteભાવભીનો ભીતરે ભીંજાય છે.
-ડૉ. ભાવેશ જેતપરિયા
વાહ મનનભાઇ,ફિલ્મ તો હવે જોવીજ રહી પણ તમારો ફિલ્મ રિવ્યુ જ ફિલ્મી સફર કરાવી ગયો.ખૂબ સરસ 👍👍
ReplyDeleteઅભિપ્રાય સરસ..હવે તો ફિલ્મ જોવી જ રહી.
ReplyDeleteમુવી સારું છે એ ખબર હતી પણ તમારા વિવરણને વાંચ્યા પછી બને એટલું જલ્દી જોઈશ. એનો વિષય અને અન્ય પાસાં સરસ ઉજાગર કર્યાંં છે તમે....!!
ReplyDeletehttp://vaghasiya1.blogspot.in/2018/03/blog-post.html?m=1
ReplyDeleteજો તમે શિક્ષક છો તો આ આર્ટીકલ્ તમારા માટે છે.
એક વાર જરૂર થી વાંચજો નૈતિક શિક્ષણ કયા ગયુ ?
ખુબ જ સરસ વિવરણ મનનભાઈ...ફિલ્મ જોવી પડશે
ReplyDeleteરિવ્યૂ વાંચી મારે આ ક્યારે જોવું એ તે નક્કી કરી દીધું... આપણે ભાઈ આવા દૃશ્યોમાં બહુ વાર સુધી આંખોને વહેતા અટકાવી શકાતા નથી ને થિયેટર માં બીજાને આપણું રડવું અસહજ ફીલ કરાવે એ ના ગમે.. પણ જોઈશ..
ReplyDeleteઆપણે તો કોઈની પરવા કર્યા વગર દે ધનાધન..... જો આપણે આપણી મરજીથી થિયેટરમાં હસી લેતાં હોય તો રડી પણ લેવાય... આમેય ત્યાં આપણને કોણ ઓળખતું હોય...☺
DeleteShred maximum.
ReplyDeleteThanks mananbhai.
As usual rocking once again.
Nice
ReplyDeleteઆસ્વાદ હિચકી. સ્ટાફ મેમ્બર ને ફિલ્મ જોવા વિષે અગાઉ થી જ કહ્યું છે. આપનો રિવ્યુ વાંચ્યા પછી જેટલી બને એટલી વહેલી જોઈશ..
ReplyDeleteઆસ્વાદ હિચકી. સ્ટાફ મેમ્બર ને ફિલ્મ જોવા વિષે અગાઉ થી જ કહ્યું છે. આપનો રિવ્યુ વાંચ્યા પછી જેટલી બને એટલી વહેલી જોઈશ..
ReplyDeleteગમે તે પરિસ્થિતિમાં શિક્ષક તરીકે પોઝીટીવ થીંકિંગ જ મહત્વની બાબત છે.જો આ બાબત ટકાવી રાખો તો સફળતા અવશ્ય મળે જ છે.હિચકીનો આસ્વાદ માણીને ખૂબ જ આનંદ થયો.અને વહેલી તકે આ ફિલ્મ જોવી જ રહી.
ReplyDeleteજરૂર.... આપને ગમશે જ. જોઈ જ આવો
DeleteBhai....Khub saras asvad karavyo hichaki no... Salute sir ji...
ReplyDeleteUgade em kadi ugavanu nahi...Tamone thashe amane to lohi kadhyu...Pan shikshak na vyavsay ma aa saty chhe....Ej hichakeee
જી હા, સરજી. આપણે કદી ઉગાડે એમ કદી ઉગ્યા નથી ને ઉગવું હોય ત્યારે બેફામ ઉગ્યા છીએ.... કોઈનેય પૂછ્યું નથી.
Deleteમસ્ત....
ReplyDeleteVERY BEST MANANBHAI BUDHDHDEVJI YUSUF PATEL BHARUCH
ReplyDeleteJordar.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteજોરદાર હિચકી... જો સાચા અર્થમાં શિક્ષણનો જીવ હોય તો એની અંદર આ વાંચીને વાવાઝોડું પેદા થયા વગર ના રહે... સેલ્યૂટ પ્રિન્સિપાલ સાયપ...👏
ReplyDeletevah Manan bhai...
ReplyDeleteMind blowing
ReplyDeleteVah...
ReplyDeleteji saheb
ReplyDeleteaapno lekh vachya pasi film jovani khub maja aavse...tame amru kam sahelu kari nakhyu...aasha rakhu ke film koi 1 vat to mara student mate jarur amal ma mukis
Ranjisinh Solanki principal Pay Center school no 1 Halvad
ખુબ સરસ રીવ્યુ આપ્યો.
ReplyDeleteફિલ્મ જોવાની તાલાવેલી વધારી દિધી.
આ લેખ વાંચીને મારી આંખમાં આંસુ આવી ગયા.
ReplyDeleteખૂબ સરસ રીવ્યુ, મનનભાઇ
ReplyDeleteસાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને નીચી કરી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે.
વાહ મનન..તારા ફિલ્મ રીવ્યુ અદભુત..અવલોકન મૂલ્યાંકન અને અભિવ્યક્તિ ત્રણેયમાં તારી જમાવટ ..કિપ કન્ટિન્યુ
ReplyDeleteReally khub saras review apyo 6
ReplyDeleteMovie jovani baki 6 have jovi j padse
Thx
Superb dear
ReplyDeleteમુવી જોવાનો તમારો નજરીયો... કદાચ કેટલાય વ્યક્તિઓ તેમજ શિક્ષકોએ પણ જોઈ હશે તેમણે પણ તમારા જેવા નજરીયાથી નહીં જોયુ હોય... જેથી તમારા વિશ્લેષણ પછી ફરી જોવા ની ઇચ્છા જન્માવશે... અને આ વિશ્લેષણ વાંચી કદાચ ઓસ્કર વાળા એવોર્ટ્સ માટે વિચારી શકે તેવું વિશ્લેષણ છે.....ખૂબ સરસ ભૂરા....
ReplyDelete,વાહ મનનભાઈ હવે તો મૂવી જોવી જ પડસે..
ReplyDelete